રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે અધિકારી/કર્મચારીઓ તેમજ પુરુષ/મહીલા બંદીવાનો મળી 255 વ્યક્તિઓએ યોગાભ્યાસ કરીને યોગમય બન્યા હતાં. યોગ ટ્રેનર્સ દ્વારા સૌ પ્રથમ સૂક્ષ્મ વ્યાયામ તથા સૂર્ય નમસ્કારથી શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ મધ્યસ્થ જેલના પટાંગણમાં આયોજિત યોગના કાર્યક્રમમાં જેલના અધિકારીએ ઉપસ્થિત સૌ બંદીવાનોને પ્રતિદિન યોગાભ્યાસ કરવાની પ્રેરણા આપતા જણાવ્યું કે, યોગ ભગાડે રોગ એ વાસ્તવિકતા છે. યોગથી શારીરિક તંદુરસ્તીની ભેટ મળે છે. નિયમિત યોગાભ્યાસ શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ કારગર નીવડે છે. યોગથી માનવીમાં સત્કર્મ કરવાની ઊર્જા વિકાસ પામે છે, જે માનવીને ઉન્નતી અને વિકાસ તરફ લઈ જાય છે.