કાશ્મીરમાં 20થી વધુ આંતકીઓની ઘૂસણખોરી

પાકિસ્તાનમાં હાજર આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને અલ કાયદા પુલવામા હુમલાની વર્ષગાંઠ (14 ફેબ્રુઆરી) પર ભારતમાં મોટા હુમલાની યોજના ઘડી રહ્યાં છે. આ ષડ્યંત્ર હેઠળ 20થી વધુ હાઈબ્રિડ આતંકીઓ પાકિસ્તાન સરહદ પાર કરી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. તેઓ ખીણમાં છુપાયેલા છે. આ ઈનપુટ ગુપ્તચર એજન્સીઓને મળ્યા હતા.

વાસ્તવમાં, થોડા સમય પહેલાં ગુપ્તચર એજન્સીઓએ સેટેલાઇટ ફોન દ્વારા પાકિસ્તાનથી આવતા કેટલાક કોલને ઇન્ટરસેપ્ટ કર્યા હતા. જેમાં ભારત વિરુદ્ધ જૈશ, હિઝબુલ, અલ કાયદા અને લશ્કર દ્વારા રચવામાં આવી રહેલાં કાવતરાંનો ખુલાસો થયો હતો.

આ માહિતી ગૃહ મંત્રાલય અને એનઆઈએને આપવામાં આવી હતી. આ ચાર આતંકી સંગઠનોએ આતંકીઓને તાલીમ આપી અને ભારતીય સેના અને અન્ય સરકારી સંસ્થાને નિશાન બનાવવા માટે ભારતમાં ઘૂસણખોરી કરાવી. ત્યારબાદ આતંકવાદીઓ કાશ્મીરના ગાંદરબલ, શ્રીનગર, પુલવામા, શોપિયા, પૂંછ, કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં 8 અલગ-અલગ સ્થળોએ થોડા દિવસો રોકાયા હતા. એનઆઈએએ શનિવારે આ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *