જાસૂસી માટે કુખ્યાત કંપની હ્યુઆવેઈ અને ચીનના જહાજની શ્રીલંકામાં એન્ટ્રી!

ભારતના વિરોધ છતાં શ્રીલંકાનો ચીન પ્રત્યેનો પ્રેમ ઘટવાને બદલે વધી રહ્યો છે. એક તરફ જાસૂસીના આરોપો પછી શ્રીલંકાએ વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધિત ચીની ટેક કંપની હ્યુઆવેઈને તેની 10 હજારથી વધુ શાળાઓને ડિજિટલાઇઝ કરવાનું કામ સોંપ્યું છે. ચીનના એક સંશોધન જહાજને કોલંબા બંદર પર પડાવ નાખવાની મંજૂરી અપાઈ છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ગયા અઠવાડિયે ચીનમાં આયોજિત બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ઇન્ટરનેશનલ ફોરમ દરમિયાન બેજિંગમાં હ્યુઆવેઈ સંશોધન અને ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, હ્યુઆવેઈના વરિષ્ઠ ઉપપ્રમુખ સિમોન લિન અને વિક્રમસિંઘેએ પણ એક કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે હુઆવે કંપની શ્રીલંકાની શાળાઓને ડિજિટલાઇઝેશનમાં મદદ કરશે. હ્યુઆવેઈ શ્રીલંકામાં એન્જિનિયરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વાર્ષિક ઇવેન્ટનું આયોજન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *