પરીક્ષા આપ્યા વગર સીધા પ્રમોશન મેળવી લેવા માટે બિનકાર્યક્ષમ કર્મીઓએ લોબિંગ કરતાં ભરતી રદ

જીપીએસસીએ લીધેલી સેમી ડાયરેક્ટ ભરતી પ્રક્રિયા રદ કરવા માટે ખરેખર કારણ શું હોય તેની તપાસ કરવામાં આવતા કામ ન કરતા પરફોર્મન્સ હીન સિનિયરોને પ્રમોશન આપવા તરકટ રચાયાનું બહાર આવ્યું છે. સેમી ડાયરેક્ટ ભરતીને કારણે નાણાં વિભાગને પોતાના જ કર્મચારીઓમાંથી સક્ષમ અધિકારી મળી શકે છે.

જે કર્મચારીઓ ખરેખર કામ કરવા માગે છે અને પોતાના અને અન્ય વિભાગનું જ્ઞાન ધરાવે છે તેઓ જ આ પરીક્ષામાં સફળ થઈ શકે છે. નાણા વિભાગમાં એવા ઘણા કર્મચારીઓ છે જેઓ સદંતર બિનકાર્યક્ષમ છે. જો સેમી ડાયરેક્ટ ભરતી સફળ થાય તો આવા બિનકાર્યક્ષમ કર્મચારીઓ યથાવત્ જ રહે અને તેમના બાદ ભરતી થયેલા કાર્યક્ષમ લોકો ઉચ્ચ હોદ્દા પર આવી જાય. આ પરીક્ષા જાહેર થઈ ત્યારથી જ આવા અનેક બિનકાર્યક્ષમ કર્મચારીઓના પેટમાં તેલ રેડાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *