ત્રિશૂર, કેરળના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ભારત માતા કહ્યા હતા. તેમણે કોંગ્રેસના દિવંગત મુખ્યમંત્રી કરુણાકરણને પણ હિંમતવાન મુખ્યમંત્રી ગણાવ્યા હતા. ગોપીએ કહ્યું કે તેઓ ઈન્દિરા ગાંધીને ‘ભારત માતા’ માને છે, તેથી કરુણાકરણ તેમના માટે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના પિતા હતા.
ગોપીએ બુધવાર, 12 જૂનના રોજ પુનકુનમમાં કરુણાકરણના સ્મારક મુરલી મંદિરમની મુલાકાત લીધી હતી. મીડિયા સાથેની ચર્ચા દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, તેમની મુલાકાતનો કોઈ રાજકીય અર્થ ન કાઢવો જોઈએ, કારણ કે તેઓ તેમના ગુરુને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે. ગોપી કેરળના પ્રથમ બીજેપી સાંસદ છે. તેમણે સીપીઆઈના સુનિલ કુમારને 75 હજાર મતોથી હરાવ્યા છે. કરુણાકરણના પુત્ર અને કોંગ્રેસના નેતા કે મુરલીધરનને પણ હરાવ્યા હતા. મુરલીધરન ત્રીજા સ્થાને છે