ભારતીય નિક્કી ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયાં

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના મહાસંગ્રામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અમેરિકાના ઇતિહાસમાં વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિ વચ્ચે પહેલી વાર ચૂંટણીજંગ ખેલાશે. રિપબ્લિકન પાર્ટીમાંથી ટિકિટના દાવેદાર ભારતીય મૂળનાં નિક્કી હેલી બુધવારે ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયાં છે. રિપબ્લિકન પાર્ટીમાં સૌથી આગળ ચાલી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારી હવે લગભગ નક્કી થઈ ગઈ છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે 12 રાજ્યોમાં જીત મેળવીને ભારતીય મૂળની નિક્કી હેલીને હરાવી છે. ત્યાં જ, ડેમોક્રેટિક પાર્ટીથી બાઈડન 15 રાજ્યોમાં જીત્યા છે.

બાઈડન રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાઈ શકે છે. કારણ કે હવે યોજાયેલી ચૂંટણીમાં તેમને ડેમોક્રેટ પાર્ટી તરફથી કોઈ પડકાર જોવા મળ્યો નથી. જોકે, બાઈડનના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *