ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચ 6 વિકેટે જીતી લીધી છે. ટીમે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં 16મી ઓવરમાં 4 વિકેટે 173 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો.
ઓપનર યશસ્વી જયસ્વાલે 34 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી જ્યારે શિવમ દુબેએ 32 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. આ પહેલા અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નઇબે 35 બોલમાં 57 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી.
આ જીત બાદ ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.