T20 વર્લ્ડ કપમાં ભારતે પહેલી મેચ જીતી

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે પોતાની પહેલી મેચ જીતી લીધી છે. ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોહિત શર્માએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.

ભારતીય બોલરોએ આયરિશ ટીમને 96 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ પછી બેટર્સે 12.2 ઓવરમાં ટાર્ગેટને ચેઝ કર્યો હતો. રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી હતી.

રોહિત શર્માએ 3 રેકોર્ડ બનાવ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 600 સિક્સર, ઓછા બોલમાં 4 હજાર રન અને T20 વર્લ્ડ કપમાં એક હજાર રન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *