ભારતને મળશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ

ભારત અને ફ્રાન્સે સોમવારે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા. ડીલ અંતર્ગત ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે.

આ વિમાનો પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ હશે. અહેવાલો અનુસાર, ફ્રાન્સ સાથે 63,000 કરોડ રૂપિયામાં આ ડીલ થઈ છે. શસ્ત્ર ખરીદીના સંદર્ભમાં ફ્રાન્સ સાથે ભારતની આ અત્યારસુધીની સૌથી મોટી ડીલ છે.

ભારત INS વિક્રાંત પર રાફેલ મરીન વિમાન તહેનાત કરશે. વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશને ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફારો કર્યા છે. એમાં એન્ટી-શિપ સ્ટ્રાઈક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સામેલ છે. આ ઉપરાંત કંપની ભારતને હથિયાર પ્રણાલી, સ્પેરપાર્ટ્સ અને વિમાન માટે જરૂરી સાધનો પણ પૂરાં પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *