ભારતે ફાસ્ટ અને સિક્યોરિટી ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના તાજેતરના અહેવાલ મુજબ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને કારણે ભારતે ડિજિટલ વ્યવહારોમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા 2016માં શરૂ કરાયેલ UPI, આજે દેશમાં નાણાંની લેવડદેવડ કરવાની સૌથી સરળ અને લોકપ્રિય રીત બની ગઈ છે. UPIની મદદથી, લોકો તેમના બહુવિધ બેંક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી શકે છે અને થોડીક સેકન્ડોમાં સુરક્ષિત, ઓછા ખર્ચે વ્યવહારો કરી શકે છે.
NPCI મુજબ, UPI દ્વારા દર મહિને 1,800 કરોડથી વધુ વ્યવહારો થાય છે. જૂન 2025માં, UPIએ 1,839 કરોડ વ્યવહારો સાથે 24.03 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો, જે ગયા વર્ષે જૂન 2024માં 1,388 કરોડ વ્યવહારોની તુલનામાં 32%નો વધારો દર્શાવે છે.