બાલભવનમાં રોલર સ્કેટિંગ કરી સ્વાતંત્ર પર્વની ઉજવણી થશે

15મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે રાજકોટના બાલભવનમાં 4 વર્ષના બાળકોથી લઇને 18 વર્ષના યુવકો 77 મિનિટ સુધી રોલર સ્કેટિંગ કરી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. જેમાં તેઓ સ્કેટિંગ સાથે નોન સ્ટોપ ડાન્સ,રોલર, બાસ્કેટ બોલ, સ્પીડ તથા આર્ટિસ્ટિક કરશે. આ ઉજવણીમાં બાળકો વ્હાઈટ ડ્રેસકોડ સાથે જોડાશે અને પોતાની રાષ્ટ્રભક્તિ રજૂ કરશે.

આ અંગે વધુ માહિતી આપતા સંચાલક પૂજાબેન રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટમાં સૌ પ્રથમ વખત આ પ્રકારનું આયોજન થવા જઈ રહ્યું છે. ભારત દેશ સ્વતંત્ર થયાને 77 વર્ષ પૂર્ણ થતા બાળકો તેની ઉજવણીના ભાગરૂપે ભારત માતા અને દેશના સૈનિકોને સલામી કરશે.

હાલ આ માટેના ફોર્મ વિતરણ શરૂ છે. ફોર્મ સવારે 10.00થી 12.00 દરમિયાન, સાંજે 5.00થી 8.00 સુધી પૂજા હોબી સેન્ટર, 6 ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમીન માર્ગની બાજુમાં સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ઓગસ્ટ સુધીની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *