બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં રમાઈ રહી છે. જ્યાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. આજે મેચનો પહેલો દિવસ છે અને બીજો સેશન ચાલુ છે.
ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી ઇનિંગમાં ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેન ક્રિઝ પર છે. ખ્વાજાએ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે.
પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલો સેમ કોન્સ્ટાસ 60 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવીન્દ્ર જાડેજાએ LBW આઉટ કર્યો હતો.
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.
ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.