રાજકોટમાં વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો

રાજકોટમાં ભારે ગરમી છતાં શરદી-ઉધરસ અને તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મનપા ચોપડે વિવિધ રોગોના મળીને કુલ 1609 કેસ નોંધાયા છે. તો તાપમાનનો પારો પણ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગત સપ્તાહે વિવિધ રોગના કુલ 1416 કરતા વધુ કેસ નોંધાયા હતા. જેની સામે ચાલુ સપ્તાહે 1609 કેસ સામે આવ્યા છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઇફોઇડ તાવ જેવા રોગનાં 1-1 દર્દી પણ સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે આ આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોના છે, ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 8,000 કરતા વધુ હોવાની શક્યતા છે.

મળતી માહિતી અનુસાર છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1609 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસના ગત સપ્તાહના 741 કેસ સામે આ સપ્તાહે 820 કેસ, ઝાડા-ઉલટીના 229 સામે 321 અને સામાન્ય તાવના 345 સામે 465 કેસ સામેલ છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો પણ 1-1 કેસ સામે આવ્યો છે. એટલું જ નહીં ટાઇફોઇડ તાવનો પણ એક કેસ સામે આવતા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *