સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઘણી બધી સુવિધાને લઈ સમય અંતરે વિવાદ ઉભા થતા રહે છે. હજારોની સંખ્યામાં ભલે દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય પરંતુ સ્મીમેર હોસ્પિટલની અંદર ઘણી વખત દર્દીઓને પૂરતી સુવિધા ન હોવાના અને કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવતા હોવા છતાં પણ ત્યાં દબાવો મુકવા માટે કોલ સ્ટોરેજની પણ વ્યવસ્થા ન હતી, ત્યારે હવે કોલ સ્ટોરેજ બનાવવામાં આવ્યું અને લોકાર્પણ પણ કરવામાં આવી ગયું છે.
દવાઓ મુકવા માટે કોલ્ડ સ્ટોરેજ જરૂરી
આખરે હોસ્પિટલના સત્તાધીશો અને એડમિનિસ્ટ્રેટરની આંખ ખુલ્લી છે. સારવાર માટે આવતા દર્દીઓને ઇન્જેક્શન તેમજ અન્ય જે દવાઓ પૂરી પાડવામાં આવે છે. તે પૈકીની કેટલીક દવાઓ ખૂબ જ સેન્સેટિવ હોય છે. જે તે દવાને નિયમ મુજબ જે ટેમ્પરેચરમાં મૂકવામાં આવતી હોય છે તે જ પ્રકારના ટેમ્પરેચરમાં મૂકવી જરૂરી છે. ટેમ્પરેચર ન મળે તો દવાની ગુણવત્તાઓ ઉપર ખૂબ મોટી અસર થઈ શકે છે. સ્વિમિયર હોસ્પિટલ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી તમને જાણીને આશ્ચર્ય થશે કે દવા મુકવા માટે કોલ સ્ટોર જની વ્યવસ્થા જ ન હતી. જે દવાઓને નિયત કરેલા ટેમ્પરેચરમાં રાખવાની હોય છે તે પણ મૂકવામાં આવતી ન હતી. આખરે આજે કોલ સ્ટોરેજ બનાવવામાં આવ્યું છે અને તેનું લોકાર પણ કરવામાં આવ્યું.છેલ્લા ત્રણ વર્ષથી જડબાના એક્સ-રે માટે કોઈ સુવિધા ન હતી. જેને કારણે દર્દીઓ મજબૂરીમાં સિવિલ હોસ્પિટલ અથવા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હતા. આખરે આજે ઓપીજી મશીન મૂકવામાં આવ્યો છે.જેથી કરીને દર્દીઓને વધારાની સુવિધાઓ મળશે.