મહાત્મા મંદિરથી રાજકોટ મનપાના રૂ.215.25 કરોડના 42 વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2001ના રોજ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીના સફળ અને સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત રીન્યુએબલ ઉર્જાના પર્યાય તરીકે સ્થાપિત, ઉર્જાશક્તિ-જળશક્તિ-જ્ઞાનશક્તિ-જનશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત ગુજરાત, સૌથી ઊંચા સ્ટેચ્યુ અને સૌથી મોટા સ્ટેડિયમથી ગૌરવાન્વિત ગુજરાત, 24 કલાક વિજળીની સંકલ્પનાથી સાકાર ગુજરાત, ગરબા-ધોરડો અને સ્મૃતિવનથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિથી સુશોભિત ગુજરાત, ગીફ્ટ-ડાયમંડ બુર્સ અને ઢોલેરો છે. ગુજરાતના વિકાસના નિમિત, દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત ગુજરાત અને પ્રો-પીપલ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેક તરીકે સ્થાપિત ગુજરાત વગેરે જેવા પર્યાયથી ગુજરાત વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત થયેલ છે. ત્યારે આ 23 વર્ષની વિકાસ ગાથાને “વિકાસ સપ્તાહ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત થીમેટીક દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશિયલ- ડિઝિટલ મીડિયા ઝુંબેશ, સફળતાની વાર્તાઓ, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઈનોવેશન એકસ્પો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્વિઝનું આયોજન વગેરે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *