જીજ્ઞેશદાદાની કથામાં મહિલાના દાગીના સેરવી લેતી ટોળકી ઝબ્બે

શહેરમાં ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જીજ્ઞેશદાદાની કથામાં વૃદ્ધા અને મહિલાના ગળામાંથી ચેઇન અને સોનાના મંગળસૂત્રની ચોરી થયાની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે ત્રણ મહિલા સહિત ચાર શખ્સને પકડી લઇ તેની પાસેથી રૂ.3.39 લાખની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા શિક્ષક હિતેષભાઇ રમેશભાઇ ડોલરએ ફરિયાદ કરી હતી જેમાં તા.25ના રોજ ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનાયણ મંદિરના પટાંગણમાં યોજાયેલ જીજ્ઞેશદાદાની કથામાં ગયા હતા તે સમયે જીજ્ઞેશદાદાના દર્શન કરવા માટે લોકોની ભીડ હોય કથા સાંભળવા માટે આવેલા તેના બહેનના સાસુ હેમિબેન દર્શન કરવા જતા તેનો સોનાના ચેઇનની કોઇ શખ્સે ચોરી કરી ગયાની તેમજ મહેશભાઇના ફઇના દેરાણી દયાબેનના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર કોઇ ચેારી ગયાની ફરિયાદ કરતા એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

દરમિયાન કથામાંથી દાગીના ચોરી કરતી ટોળકી પેડક રોડ પર આવી હાેવાની માહિતીને આધારે પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે શંકાસ્પદ હાલતમાં ત્રણ મહિલા સહિત ચાર શખ્સને ઉઠાવી લઇ તેની પૂછતાછ કરતા તે મહેમદાબાદ રહેતો કમલેશ ગોવિંદ વાઘેલા,મંજુ વિનુભાઇ બજાણિયા, લક્ષ્મી અજીતભાઇ ઠાકોર અને શકુ સંનેજ રાવલ હોવાનું અને મંદિરમાં લોકોની ભીડનો લાભ લઇ બે મહિલાઓના ચેઇન અને મંગલસૂત્રની ચેારી કરી હોવાનું રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી રૂ.3.39 લાખની મતા કબજે કરી વધુ ચોરીના ભેદ ઉકેલવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *