રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ નજીક નુરાનીપરાના ગેઈટ પાસે સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક યુવાન રોડ પર ફંગોળાયો હતો અને યુવકનાં માથા પર ટ્રકના વ્હીલ ફરી વળતાં હેલ્મેટનો પણ ભુકો થઈ ગયો હતો અને ટ્રકના તોતિંગ વ્હીલ યુવકનાં માંથા પર ફરી વળતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા યુવકનું નામ ભાસ્કર નાથાલાલ મુંગરા (ઉ.વ.41) હોવાનું અને તેઓ માધપર ચોકડીએ મનમોહન મારબલવાળી શેરીમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.