સ્પેનમાં હજાર વર્ષ જૂની સિંચાઈ પદ્ધતિથી ગ્લેશિયરના પાણીનો ઉપયોગ કરાય છે

સ્પેનમાં દુષ્કાળનો સામનો કરવા માટે એક હજાર વર્ષ પહેલાં ઉપયોગમાં લેવાતી સિંચાઈ પ્રણાલીને અનુસરવામાં આવી રહી છે. જે આશરે 8મી અને 10મી સદીની વચ્ચે મૂર્સ દ્વારા બનાવવામાં આવી હતી. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ ખાઈને ઔદ્યોગિક પ્રથાઓની તરફેણમાં છોડી દેવામાં આવી હતી. જેના કારણે સમય જતાં તેમાં કચરો, ઘાસ અને અન્ય છોડ ઊગી નીકળ્યાં છે.

નિષ્ણાતો માને છે કે આ પ્રાચીન ઉપાય સ્પેનના સૂકા પ્રદેશમાં પાણી લાવવામાં અને ખેતીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. સ્પેનના પર્વતીય પ્રદેશમાં 24 હજાર કિલોમીટરથી વધુ લાંબી સેંકડો ખાઈઓ ફેલાયેલી છે. ત્યારે પર્વતો પર પીગળતા બરફમાંથી પાણીને નીચે જમીન પર લાવવા આ હજારો વર્ષ જૂની પ્રણાલી મુજબ કામ કરી રહ્યા છે. આ ખાઈઓમાંથી વહેતું પાણી માત્ર ભૂગર્ભ જળની ભરપાઈ કરતું નથી પણ પાકને સિંચાઈ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *