રાજકોટમાં જૂની ખઢપીઠ વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. જેમાં ગઢની રાંગ તરીકે ઓળખવામાં આવતી દીવાલ જર્જરિત હોવાને કારણે પડી ગઈ હતી. દીવાલ પડી જતા એક કાર નીચે દબાઈ હતી. અને કારનો બુકડો બોલી ગયો હતો. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જોકે, બનાવની જાણ થતાં ફાયરની બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. જેમાં જુનવાણી મકાનમાં પાછળનો ભાગ ધરાશયી થયો હોવાનું જાણવા મળ્યું હતું.