રાજકોટમાં વધુ 7 વોર્ડના વિસ્તારોમાં બે દિવસ પાણીકાપ નાખતી મનપા

રાજકોટ મહાનગરપાલિકા શહેરને પીવાના પાણી માટે અવારનવાર તરસ્યું રાખી દે છે. ભાદર ડેમની લાઈનમાં ભંગાણ હોય, મશીનરી બદલવાની હોય, ક્યાંક લિકેજ હોય કે પછી અન્ય જગ્યાએ શિફ્ટિંગ ચાલતા હોય આ બધા કારણોસર શહેરની મોટાભાગની વસ્તી પાણીવિહોણી રહી જાય છે. ભાદર લાઈન માટે બે દિવસ પાણીકાપની જાહેરાત બાદ હવે વધુ 7 વોર્ડના વિસ્તારો માટે 18 અને 19 તારીખે પાણી વિતરણ બંધ રખાયુ છે.

મનપાના જણાવ્યા અનુસાર આજી પરના ફિલ્ટર પ્લાન્ટ નંબર-3માં પમ્પિંગ સ્ટેશનની મશીનરી બદલવાની કામગીરી કરવી પડે તેમ છે. આ ઉપરાંત આજી ડેમથી દૂધસાગર હેડવર્કસ સુધીની જૂની લાઈનનુ નવી લાઈનમાં જોડાણ કરવાનુ છે તેથી 3 હેડવર્કસ જેવા કે પુનિતનગર(સવારે 11 સુધીના વિસ્તારો), વિનોદનગર હેડવર્કસ અને દૂધસાગર હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં. 8, 10, 11મા 18મીએ જ્યારે 17, 18, 6, 15 નંબરના વોર્ડના વિસ્તારોમાં 19મીએ પાણીકાપ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *