રાજકોટમાં હલકી ગુણવતા યુક્ત અનાજ અપાય છે!

આજ રોજ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ જિલ્લા કલેક્ટરને આપ્યા હતા અને તેમાં હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવામાં આવે તેવી માગ જિલ્લા કલેકટર સમક્ષ કરી હતી.

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પુરવઠા વિભાગની સમીક્ષા બેઠકમાં હાજરી આપી જિલ્લા કલેકટર સમક્ષ અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી સેમ્પલ મેળવી હલકી ગુણવતા વાળા અનાજના જથ્થા મુદ્દે તપાસ કરવા તેમજ ભેળસેળ કરતા શખસો અંગ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. સરકાર પૂરતું અનાજ આપે છે તો ભેળસેળ ક્યાં થાય છે અને હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી આમાં કોની સંડોવણી છે તે અંગે તપાસ કરવા માગ કરી છે. જેમાં સસ્તા અનાજની દુકાનથી આપવામાં આવતા ઘઉં, ચોખા, દાળ, ચણાની ઓછી ગુણવત્તા અને અંદર જીવાત હોવાની ફરિયાદ મળતા સાંસદે આજે રૂબરૂ બેઠકમાં બધાની હાજરીમાં અધિકારીઓને યોગ્ય તપાસ કરવા કડક સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *