રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ બનેલી યુવતીના ભાઇની ધમકીથી ડરી યુવકે ઝેર પીધું

નાનામવા સર્કલ પાસે શિવ હાર્ડવેર ઉપર રહેતા આકાશ નરેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.26)એ 150 ફૂટ રિંગ રોડ પર પટેલ ટ્રાવેલ્સની ઓફિસ નજીક ઝેરી દવા પી લીધી હતી, યુવકને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આકાશને લાપાસરીની યુવતી સાથે પાંચ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામથી પરિચય થયો હતો

અને બંને ચેટિંગ બાદ ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, પરંતુ કેટલાક સમય પહેલા યુવતીના ભાઇને આ બાબતની જાણ થતાં તેણે સંબંધ નહી રાખવા અને વાતચીત નહી કરવા બાબતે ધમકાવતા આકાશે ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરી હતી. બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *