રાજકોટમાં પ્રેમીયુગલ કૌટુંબિક ભાઇ-બહેનેઝાડ સાથે દુપટ્ટો બાંધી જીવ દીધો

પડધરીના હડમતિયામાં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય યુવક અને તેની કૌટુંબિક બહેને સજોડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને પરિવારજનો આ સંબંધ નહીં સ્વીકારે તેવી ભીતિથી બંનેએ પગલું ભરી લીધું હતું.

હડમતિયા ગામમાં આવેલી કિશોરસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીમાં મધ્યપ્રદેશના ભોરિયાદ ગામના સમરત બેસ્તા ચૌહાણ (ઉ.વ.25) અને સોના રાલિયાભાઇ ચૌહાણે (ઉ.વ.16) આપઘાત કરી લીધાની જાણ થતાં પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સમરત અને સોનાએ ઝાડ સાથે દુપટ્ટો બાંધી સજોડે ફાંસો ખાઇ લીધો હતો. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમરત અને સોના મધ્યપ્રદેશના વતના હતા, અને બંને પોતાના પરિવાર સાથે હડમતિયા ગામે રહી ખેતમજૂરી કરતા હતા. સમરત અને સોના એકબીજાને પ્રેમ કરતા હતા અને બંને પતિ-પત્ની તરીકે જીવનભર સાથે રહેવા માગતા હતા, પરંતુ બંને કૌટુંબિક ભાઇ-બહેન થતા હતા. પરિવારજનો આ સંબંધ નહીં સ્વીકારે તેવું લાગતાં બંનેએ સાથે દુનિયા છોડવાનો નિર્ણય કર્યો હોય તેમ સજોડે આપઘાત કરી લીધો હતો. બનાવથી ચૌહાણ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *