રાજકોટમાં થેલિસિમિયાગ્રસ્ત દીકરી ગરબે ઘૂમી રક્તદાન કરવા લોકોને અપીલ કરશે

નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ ગણાય છે. નવે નવ દિવસ પ્રાચીન અને અર્વાચીન રાસની જમાવટ થશે. ત્યારે આ વખતે થેલિસિમિયાગ્રસ્ત દીકરીઓ પણ ગરબે ઘૂમીને લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરશે. જ્યારે પ્રાચીન ગરબી મંડળમાં સળગતી ઈંઢોણીનો રાસ, મશાલ રાસ તેમજ તલવાર રાસ રજૂ કરીને મહિલા શક્તિનું મહત્ત્વ રજૂ કરશે. બાળાઓ જ્યારે મશાલ રાસ, તલવાર રાસ અને સળગતી ઈંઢોણીનો રાસ રજૂ કરે છે. ત્યારે નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે.

15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થશે. હાલ પ્રાચીન ગરબીમાં દીકરીઓ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. આ ઉપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક ગરબી મંડળમાં છેલ્લા દિવસે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ચક્ષુદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવામાં આવશે. આઠમના દિવસે હવન યોજાશે. એ સિવાય મંદિરોમાં પણ વિશેષ શણગાર કરાશે.

શહેરમાં જ્યાં પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં બાળાઓ પ્રેક્ટિસ કરે છે. આયોજકના જણાવ્યા અનુસાર બાળાઓ તલવાર રાસ રજૂ કરશે તેની પુરતી સુરક્ષા રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *