રાજકોટમાં 10 વર્ષની તરૂણીને પોર્ન વીડિયો બતાવી પરિચિત શખશે અડપલા કર્યા

વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજની યુવા પેઢીમાં મોબાઈલનો ઉપયોગ સતત વધી રહ્યો છે. મોબાઈલના ફાયદા એટલા જ ગેરફાયદા પણ સામે આવતા હોય છે, ત્યારે વધુ એક વખત મોબાઈલનો ગેરઉપયોગ થવાના કારણે હવસવૃતિ ચરમસીમાએ પહોંચી જતાં સગીરાને ટાર્ગેટ બનાવી વિકૃત હરકતો કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં એક વિકૃત શખસે હેવાનિયતની હદ વટાવી 10 વર્ષની માસૂમ બાળકીને પોર્ન વીડિયો બતાવી તેના ગુપ્ત ભાગે અડપલા કરી વિકૃત હરક્ત કરી હતી. આ બાદ દીકરીને પેટમાં દુખાવો ઉપડતાં તેને સારવાર માટે ખસેડાયા બાદ દીકરીએ હકીક્ત વર્ણવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને પરિવારજનોએ પોલીસને જાણ કરતા હાલ બી. ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ શહેરના પેડક રોડ પર રહેતી એક મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શ્રીનિવાસ ચંદર યમગરનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે, તેઓ ચાંદીની ભઠ્ઠી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

આરોપી શ્રીનિવાસ પણ મહારાષ્ટ્રનો હોવાથી તેની સાથે છેલ્લા 15 વર્ષથી સબંધ છે. તેની સગાઈ થઈ ગઈ હોવાથી તે છેલ્લા ત્રણ મહિનાથી દર રવિવારે ફરિયાદીના ઘરે મંગેતર સાથે વાત કરવા માટે આવતો હતો. આ દરમિયાન ફરિયાદીની સગીર વયની દીકરીને તે પાણી આપવા માટે બોલાવતો હતો. ગઈકાલે તેમની પુત્રીએ પેટમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ તેણીએ આપવીતી વર્ણવતા માતા-પિતાના પગ નીચેથી નીચેથી જમીન સરકી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *