રાજકોટમાં છ સ્થળેથી જુગાર રમતી બે મહિલા સહિત 26 પકડાયા

શહેરના જુદા જુદા છ સ્થળે દરોડા પાડી પોલીસે જુગાર રમતી બે મહિલા સહિત 26 શખ્સને પકડી પાડ્યા છે. રૂડા ટ્રાન્સપોર્ટનગરમાંથી રવિ રમેશ મુળાશિયા સહિત નવ શખ્સને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે રોકડા રૂ.8660, 9 મોબાઇલ મળી કુલ રૂ.47,660નો મુદ્દામાલ કબજે કર્યો છે.

હનુમાન મઢી પાસે છોટુનગરમાં કિશોર બચુ ચૌહાણના મકાનમાંથી બે મહિલા, કિશોર સહિત આઠને રૂ.3070ની રોકડ સાથે, ગોંડલ રોડ, આંબેડકરનગર-3માંથી આશિષ ઇશ્વર પરમાર સહિત 3 શખ્સને રૂ.11,200ની રોકડ સાથે, આંબેડકરનગર-5માંથી હિતેશ માધા કોર સહિત 4ને રૂ.10,500ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે રૈયા ચોકડી ઓવરબ્રિજ નીચેથી વરલી ફીચરના આંકડા લઇ જુગાર રમાડતા પ્રેમજી કાળુજી ભાટીને રોકડા રૂ.670 અને ભાવાજી દિનાજી પલયારને રોકડા રૂ.750ની રોકડ સાથે પકડી પાડી પોલીસે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *