રાજકોટ શહેર તથા જિલ્લામાં અતિવૃષ્ટિ પછી તૂટી ગયેલા અનેક રસ્તાઓનું હાલ રિપેરિંગ ચાલી રહ્યું છે. રસ્તા રિપેરિંગની કામગીરી અંતર્ગત શહેરમાં છેલ્લા બે દિવસમાં 114 જેટલા ખાડા-ગાબડા પૂરીને રોડ સમથળ કરવામાં આવ્યા છે. રાજકોટના વિવિધ ઝોનમાં કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. જેમાં 23 સપ્ટેમ્બર સુધીમાં કાલાવડ રોડથી મોટામવા સ્મશાન રોડ સુધી કુલ 27 ખાડા-ગાબડા પુરાયા છે. જ્યારે સ્મશાન સામેના રોડ પર 10 જેટલા ખાડા-ગાબડાઓ, શિવ સેલ્સ એજન્સી તથા જય દ્વારકાધીશ ટી સ્ટોલ સામે 7 ખાડાઓ, જ્યારે HDFC બેન્ક સામે 10 જેટલા ખાડાઓનું પુરાણ કરીને રોડ સમથળ બનાવવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે કુલ મળીને 87 જેટલા ખાડા-ગાબડાનું સુવ્યવસ્થિત પુરાણ કરીને રોડ સમથળ બનાવવામાં આવ્યા હતા. હાલ પણ આ કામગીરી પુરજોશમાં ચાલુ છે.