રાજકોટમાં 7 સેકન્ડમાં 11 ફડાકા ઝીંકી છરીના બે ઘા માર્યા

રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના આપેલા રૂપિયા પરત માગતાં ઉશ્કેરાયેલા મિત્ર અને તેની સાથેના અન્ય બે લોકો સહિત કુલ 3 લોકોએ સાથે મળી પોલીસપુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી છે, જે સમગ્ર ઘટના દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં ન્યૂ એ.એસ.આઇ બિલ્ડિંગમાં રહેતા પોલીસપુત્ર જન્મજયસિંહ જયપાલસિંહ ઝાલાએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે હું બી. કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. ગઈકાલે (15 ઓગસ્ટ) સાંજના 7 વાગ્યે હું મારા મિત્ર હર્ષિતસિંહ શકિતસિંહ ચૂડાસમાનું વાહન લઇ મારા ઘરેથી સાથે વિષ્ણુવિહાર સોસાયટી સામે આવેલી સેવક પાન-ફાકીની દુકાને બેસવા ગયો હતો. ત્યારે રોહિત રમેશભાઈ ડાભી, જે મારો મિત્ર છે અને અમે ત્રણેય મિત્રો ત્યાં બેઠેલા હતા. એ વખતે મારા અન્ય મિત્રો અયાન આરિફભાઇ લંજા, યશુ પ્રવીણભાઇ દવેરા અને શાહરુખ 10 વાગ્યાના આસપાસ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *