કોલીથડમાં જમીન બાબતે શ્રમિકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો

કોલીથડમાં ખેતીની જમીન બાબતે ખેતમજૂરને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારવામાં આવ્યો હતો. જેમાં માતા-પિતા, પુત્ર સામે ગુનો દાખલ થયો છે. સંજય સિંગલને મુંઢ ઇજા થતાં ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સંજય દિનેશભાઈ સિંગલ (ઉ.વ.24, રહે. કોલીથડ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું કોલીથડ ગામના પરેશભાઇ કાંતિભાઈ માંડવીયાની આશરે વીસ વીઘા જેટલી ખેતીની જમીન ભાગમાં રાખી પિતા દિનેશભાઈ તથા મારી માતા ચંપાબેન અમે ત્રણ ભાઇઓ બધા ખેતી કરીએ છીએ. ગઇકાલે હું મારા પિતાને ચા આપવા ગયો હતો,તેઓ હડકડિયા વાડીની ખેતરમાં ખેતીકામ કરતા હતા. અમારૂ એક ખેતર દોઢ વિઘાનું જે ખેતરનો વિવાદ અમારા વાડી માલિક પરેશભાઈ તથા તેમના મોટા ભાઇ બિંદેશભાઇને છેલ્લા એક વર્ષથી ચાલે છે. અહી ખેતર પડતર પડેલ હોય, જેમાં બિંદેશનો દીકરો કાનો બળદથી ખેડ કરતો હતો. જેથી મે પરેશભાઈને ફોન કર્યો.

પરેશભાઈએ બિંદેશભાઈ સાથે વાત કરાવવાનું કહ્યું, પણ બિંદેશે વાત ન કરી. બિંદેશએ અમને કહ્યું કે, અમારા કુટુંબની મેટરમાં તારે આવવાની જરૂર નથી. ત્યાં કાનો આવ્યો અને બિંદેશના પત્ની નીતા પણ ત્યાં આવી ગઇ હતી. કાનો અને નીતાબેન એમને અપશબ્દો બોલવા લાગ્યા. કહેવા લાગેલ કે આ ખેતર તારા બાપનું નથી અમારા કુટુંબના ઝઘડામાં કોઇ સલાહ દેવાની જરૂર નથી.આટલું કહીને મને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી કહ્યું કે, તમારે લોકોને વિઘો જમીન ન હોય તો પણ તમે લોકો અમારા ભાઇઓ વચ્ચે શું કામ આવો છો? અમારા બાપ દાદાની જમીન ખાલી કરી જતાં રહેજો. હવે આ પરેશની જમીનમાંથી પણ તમે લોકો જતા રહેજો અને આટલું કહીને ઝપાઝપી કરી માર માર્યો હતો. આ ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *