જેતપુરમાં વયોવૃદ્ધ બે મિત્રે સાથે ઝેરના પારખાં કરી જીવન ટૂંકાવ્યું

જેતપુર શહેરમાં આજે અત્યંત ગમગીનીભરી ઘટના બની હતી. શહેરના પાંચપીપળા રોડ પર બે વયોવૃદ્ધ મિત્રએ સાથે ઝેરી પ્રવાહી ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. બંનેના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસે મોતના કારણ અંગે તપાસ હાથ ધરી હતી.

શહેરના પાંચપીપળા રોડ પર આજે સાંજના સમયે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને બે વયોવૃધ્ધોએ સાથે મળીને ઝેરના પારખાં કરી લીધા હોવા અંગેનો કોલ આવ્યો હતો. જેથી 108નો સ્ટાફ સ્થળ પર પહોંચતા બે વયોવૃદ્ધ સામસામે ખુરશી પર બેભાન અવસ્થામાં પડ્યા હતાં. અને બાજુમાં એક ગ્લાસમાં લીલા કલરનું થોડું વધેલું પ્રવાહી પણ હતું. બંનેને સરકારી હોસ્પિટલે લવાતા ફરજ પરના ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *