બેડીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવક પર 3 શખ્સનો હુમલો

શહેરમાં ભાવનગર રોડ પર બેડીપરામાં જૂના ઝઘડાના પ્રશ્ને વાંકાનેરના યુવક પર ત્રણ શખ્સએ ધોકાથી હુમલો કર્યાની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઆેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાંકાનેરમાં શક્તિપરા સોસાયટીમાં રહેતા શાહરુખ યુસુફભાઇ શાહમદાર (ઉ.27)એ રાજ મકવાણા, પ્રતાપ જાદવ અને અજાણ્યા શખ્સોના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ બેડીપરામાં રહેતા કિરણબેન સંજયભાઇ ડાભીના ઘેર રહેતો અને કડિયાકામ કરતો હોવાનું જણાવ્યું હતું. ત્રણેક દિવસ પહેલાં મકાનમાં કડિયાકામ કરતો હતો તે મકાન માલિક કિરણબેનને રાજભાઇ પરેશભાઇ મકવાણા અને પ્રતાપ જાદવ સહિતે કિરણબેનના પુત્ર ધ્રુવ સાથે માથાકૂટ થઇ હતી જેથી સામાવાળાએ કિરણબેન અને તેના પુત્ર ધ્રુવ સામે કેસ કર્યો હોય જે બાબતે ખાર રાખી રાત્રીના કિરણબેનના ભાઇ સાથે ઘર પાસે બેઠો હતો ત્યારે રાજ મકવાણા, પ્રતાપ અને અજાણ્યા શખ્સ સહિતે ધસી આવી કિરણબેન ક્યાં છે. જેથી મેં તેને પોલીસ સ્ટેશને ગયાનું જણાવતા તેને ઝઘડો કરી ધોકા વડે હુમલો કરતાં ત્યાંથી છૂટીને ભાગી ગયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જણાવતા જમાદાર કેસી સોઢા સહિતે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *