રાજકોટમાં સ્થિત નાયબ નિયામક (તાલીમ) રોજગાર અને તાલીમની પ્રદેશિક કચેરી કે જે સૌરાષ્ટ્ર-કચ્છની ITIની રિજિયોનલ ઓફિસ ગણાય છે, તેના નાયબ નિયામક કૌશિક કણઝારીયાએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં 99 સરકારી, 20 ગ્રાન્ટેડ અને 30 સેલ્ફ ફાઇનાન્સ ITI આવેલી છે. જેમાં સેલ્ફ ફાઇનાન્સમાં 30 માંથી 25 ITIમાં હાલ એડમિશન મળી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, તમામ ITIમાં થઈને 39,122 સીટ છે. જેની સામે 20,623 સીટ પર જ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોવાનુ સામે આવ્યુ છે. હવે વિદ્યાર્થીઓને જે ITI માં એડમિશન એલોટમેન્ટ થયુ છે ત્યાં 18થી 23 જુલાઇ સુધીમાં પોતાનું એડમિશન કન્ફોર્મ કરાવી લેવા જણાવવામાં આવ્યુ છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ITIમાં થતાં અલગ-અલગ 79 જેટલા કોર્ષ થાય છે. જેમાં રેફ્રીજરેશન, એર કંડીશનીંગ, મરીન એન્જીનિયરીંગ, મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સોલાર ટેકનિશયન જેવા વિવિધ કોર્ષમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. આ ઉપરાંત ઓન ડીમાન્ડિંગ છે એવા ઈલેકટ્રિશયન, ટર્નર, ફિટર, વેલ્ડર, કાર્પેન્ટર અને પ્લંબર જેવા કોર્ષમાં ધોરણ-8 અને 10 પાસ પર એડમિશન થઈ રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, હાલ ઘરે-ઘરે સોલાર લાગી રહ્યા છે અને સોલાર પાર્કનું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તે માંગને આધારિત સોલાર સંબંધિત કોર્સ થઈ રહ્યા છે. રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મહિલાઓ માટે સ્પેશિયલ ITI છે. આ ઉપરાંત રાજકોટમાં દિવ્યાંગો માટેની પણ સ્પેશિયલ ITI છે. જ્યાં હાલ 82 દિવ્યાંગો છે. જેઓ કોમ્પ્યુટર કોર્સ સહિતના કોર્ષમાં તાલીમ મેળવી રહ્યા છે.