સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદીત અધિકારીઓની બદલી અને મહત્વનો ચાર્જ આપવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. બે દિવસ પહેલા જ PG વિભાગના સુપરવાઇઝરનો ચાર્જ જેમને સોંપવામાં આવેલો છે, તેવા નાયબ કુલસચિવ જોષી અગાઉ પીજી વિભાગમાં ભગા વાળી ચૂક્યા છે. જ્યારે હવે યુનિવર્સિટી દ્વારા એવા આસિસ્ટન્ટ પ્રોફેસરને મહેકમ અ એટટલે કે ટિચિંગ વિભાગનાં હેડ બનાવાયા છે. જે અધ્યાપક આસિસ્ટન્ટ પ્રોફેસરની થનારી ભરતીમાં રેસમાં છે.
યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ ડૉ. રમેશ પરમારને પૂછતા તેમને જણાવ્યું હતું કે, નાયબ કુલસચિવ જી. કે. જોશીને પીજી વિભાગમાં સુપરવિઝન સોંપવામાં આવેલું છે. જ્યારે કેમેસ્ટ્રી ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રંજન ખૂંટને મહેકમ અ વિભાગનાં OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) બનાવવામાં આવ્યા છે. જ્યારે પ્રકાશ દુધરેજીયા ને જોડાણ વિભાગના સેક્શન ઓફિસર બનાવાયા છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જેમને મહેકમ અ વિભાગમાં OSD બનાવવામાં આવેલા છે, તેવા ડૉ. ખૂંટ પાસે બાયો કેમેસ્ટ્રી, SSIP, NFDD સહિતની જવાબદારી છે.