કોલકાતા દુષ્કર્મ-હત્યાના વિરોધમાં IMAની જાહેરાત

કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જોકે ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. હવે સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ હડતાળમાં જોડાવાનું એલાન કર્યું છે. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાતના વાઈસ- પ્રેસિડન્ટ ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે આ બાબતે અમારું પૂરેપૂરું સમર્થન છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આવતીકાલે સવારે છ વાગ્યાથી આગામી 24 કલાક સુધી તાત્કાલિક સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે હોમિયોપેથિક એસોસિયેશન, ગામા ( ગુજરાત આયુષ એન્ડ મેડિકલ એસોસિયેશન) સહિત વડોદરાની તમામ હોસ્પિટલોનું સમર્થન કરશે. આ ઘટના માટે તમામ એસોસિએશન એક સાથે છે અને આવતીકાલ સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે સંપૂર્ણ સેવાઓથી દૂર રહેશે, આથી રવિવાર અને સોમવારે રક્ષાબંધન હોવાથી કાલથી ત્રણ દિવસ ડોક્ટરો મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *