IIFAમાં પહેલીવાર બે ગુજરાતીએ એવોર્ડ જીત્યો

રવિવારે જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ સેરેમની યોજાય હતી. જયપુર ખાતે આયોજિત સેરેમનીમાં ગુમ થયેલી કન્યા પર આધારિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ એ સૌથી વધુ 10 એવોર્ડ જીત્યા. આ વખતે ગુજરાતીઓ માટે પણ આ સેરેમની ખાસ બની ગઈ હતી, કારણ કે બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલમાં જાનકી બોડીવાલાને એવોર્ડ મળ્યો અને બેસ્ટ સ્ક્રિનપ્લે માટે સ્નેહા દેસાઈએ એવોર્ડ જીત્યો હતો. આ રીતે IIFAમાં બે એવોર્ડ ગુજરાતના ફાળે આવ્યા છે.

બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કિરણ રાવ અને આમિર ખાનને ‘લાપતા લેડીઝ’ માટે મળ્યો. કાર્તિક આર્યનને ‘ભૂલ ભુલૈયા 3’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ અને નિતાંશી ગોયલને ‘લપતા લેડીઝ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. રાકેશ રોશનને આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઓફ ઈન્ડિયન સિનેમાનો એવોર્ડ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *