ગુજરાત યુનિ.માંથી દારૂની બોટલ મળવા મામલે વિરોધ

ગુજરાત યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન દરમિયાન શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને દારૂની ખાલી બોટલ મળી આવવાનો વિવાદ વકર્યો છે ત્યારે આ મામલે રાજકોટના કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપ શાસનમાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, મંત્રીજીને દારૂની બોટલ મળી હવે ક્યાં મોઢે બોલશે કે દારૂબંધી છે?, ગુજરાતમાં વાલીઓ – શું હવે ભાજપ રાજમાં શૈક્ષણિક સંસ્થાઓ નજીક માદક પદાર્થો મળી આવે છે? તો અમારા બાળકોના ભવિષ્યનું શું? તેવા સ્લોગનો સાથેના બેનરો બતાવી નારેબાજી કરવામાં આવી હતી. જેમાં શિક્ષણમંત્રી અને ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યુ હતુ. જે બાદ ચક્કાજામ કરતા 17 જેટલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ગણાતા એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સના કાર્યકર્તાઓ દ્વારા આજે કિશાનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જે અંગે સુરજ બગડાએ જણાવ્યુ હતુ કે, પરમ દિવસે સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવામાં આવ્યો હતો. ત્યારે સ્વચ્છતા કરતા કરતા ગુજરાત યુનિવર્સિટીમાં ઝાડની નીચેથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી ત્યારે તે બોટલ છુપાવીને કુલપતિને આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *