વિધવા સંતાનો સાથે બહાર નીકળે તો સાસરિયાંઓ રાત્રીના ઘેર તાળાં મારી અવાર-નવાર હેરાન કરતા

કાલાવડ રોડ પર ન્યૂ કોલેજવાડી રોડ પર ભાગીરથી લીલામાં રહેતા કિન્નરીબેન સંજયભાઇ જોષી (ઉ.46) એ સાસુ પુષ્પાબેન, સસરા પ્રવીણચંદ્ર લીલાધર જોષી, દિયર રવીન્દ્ર,નણંદ જાનકી અને નણદોયા ધવલ પ્રસન્નભાઇ જોષી સામે ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 25 વર્ષ પહેલાં થયા હતા અને સંતાનમાં બે પુત્રી છે. એકાદ વર્ષ પહેલાં પતિ સંજયભાઇનું બીમારી સબબ અવસાન થયું હોય અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અવારનવાર સાસુ, સસરા સહિતના ઝઘડાઓ કરતા હતા અને સાસુ કહેતા કે, તમારી રસોઇ હવેથી તમે અને તમારી પુત્રીઓ માટે જ બનાવજો અમે અમારી બનાવી લેશું. બાદમાં મહિલા તેની બન્ને પુત્રીઓ સાથે ઉપરના માળે રહેતા હોય અને સસરા સહિતના નીચેના માળે રહેતા હોય અને રસોડું નીચેના ભાગે હોય અમે રસોઇ બનાવતા હતા.

કેટલાક સમયથી સસરા સહિતનાઆે અમને ઘરમાંથી કાઢવા માટે ઝઘડાઓ કરતાં હતા અને અમે સંતાનો સાથે બહાર નીકળી તો મકાનને તાળાં મારી સૂઇ જતા હતા અને કહેતા કે, ટાઇમે ઘેર આવવું નહીં તો ખૂલશે નહીં કહી હેરાન કરતા હોય તેમજ નણંદ અને નણદોયા ઘેર આવ્યા હતા અને અમે બહાર જતાં તેને ઘરના દરવાજામાં તાળાં તારી દીધા હતા અને અમે રસોઇ બનાવવા જતા સસરાએ ગેસની લાઇન બંધ કરી નાખી હેરાન કરતાં હોય ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *