‘રસ્તા પર ચાલતી વખતે મોબાઈલ, હેડફોન નહીં વાપરું, મમ્મી-પપ્પાને પણ હેલ્મેટ-સીટબેલ્ટ પહેરવા કહીશ’. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને આવી માર્ગ સલામતી અને ટ્રાફિક અંગે જાગૃતિ કેળવતી પ્રતિજ્ઞા લેવડાવાશે.
આ વર્ષે પ્રવેશોત્સવને વધુ અર્થપૂર્ણ અને સમાજ પ્રતિ નીતિ બનાવતા, રાજ્યભરમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ‘રસ્તા પર ચાલતી વખતે મોબાઈલ કે હેડફોન નહીં વાપરું, તેમજ મમ્મી-પપ્પાને હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવા કહીશ’ જેવી સમજદારીભરી પ્રતિજ્ઞા લેવડાવાશે. આ અભિયાનનો ઉદ્દેશ નવી પેઢીને માર્ગ સલામતી પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે. પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ શાળાઓમાં પોલીસ વિભાગ, આરટીઓ અધિકારીઓ અને સ્વયંસેવક સંસ્થાઓના સહયોગથી બાળકો માટે માર્ગ સલામતી અંગે વક્તાઓ, ડેમોનું આયોજન કરાયું છે.પ્રવેશોત્સવ પ્રસંગે જાગૃતિનો સંદેશ જોડાય તો શિક્ષણની સંપૂર્ણતા તરફ દૃઢ પગથિયું બનશે.