શહેરમાં ઢેબર રોડ પર જીવન કોમર્શિયલ બેંકના રિકવરી ઓફિસરે ફોન કરતા અરણીટીંબાના શખ્સે હું નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર છું, તને ઉંધો લટકાડી ઉપાડી લઇ જાનથી મારી નાખીશ કહી ધમકી આપ્યાની બેંકના કર્મચારીએ ફરિયાદ કરી હતી.
દિવાનપરામાં રહેતા અને જીવન કોમર્શિયલ બેંકમાં રિકવરી ઓફિસર તરીકે નોકરી કરતા આબિદભાઇ નુરૂદિનભાઇ ભારમલએ વાંકાનેરના અરણીટીંબા ગામે રહેતા પ્રદીપસિંહ તખતસિંહ ઝાલા સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી.2012માં પ્રજાપત કંપનીને રૂ.1.30 કરોડની લોન આપી હતી જેમાં કંપનીના સંચાલકોએ બેંકને બે 65-65 લાખના ચેક આપ્યા હતા બાદમાં બેંકે ચેક નાખતા ચેક રિટર્ન થયા હતા અને કંપનીએ જતા બંધ હોય અને મકાન પણ પાડી નાખેલ હાલતમાં હોય અને કંપનીના સંચાલકો અને ભાગીદારોનો સંપર્ક ન થતા તા.20-5ના રોજ બેંકમા હાજર હતા ત્યારે લોનધારક પ્રજાપત કંપનીના જામીન પ્રદીપસિંહ ઝાલાને ફોન કર્યો હતો જેથી પ્રદીપસિંહએ તું અહી આવ એટલે તને ટીંગાડવો છે. અમારો રિવાજ છે કે અહી આવે તેને ટીંગાડીને ઉપાડી લેવાનો. બાદમાં આબીદભાઇએ કહ્યું હતું કે, મારે તમારી સાથે કોઇ અંગત દુશ્મની નથી તેમ છતાં આવુ કેમ કરો છો કરો છો જેથી તેને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફરી પ્રદીપસિંહ ઝાલાએ ફોન કરી તું અત્યારે ક્યા છો તેમજ તારું સરનામુ ક્યા છે જેથી આબીદભાઇએ કહ્યું કે હું બેંકે જ છું. તમારે જે કામ હોય તે બેંકે આવીને રૂબરૂ મળજો. બાદમાં ફોન કરી કહેલ કે પ્રજાપત કંપનીના સંચાલક મારા સાળા કેશરીસિંહ જાડેજા છે. તે તને મારી પાસે અરણીટીંબા ઢસડીને લઇ આવશે. તુ મને ઓળખે છે હું કોણ છુ. હું નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર છું. કહી ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.