હૈદરાબાદની પ્લેઑફની આશા પર પાણી ફરી વળ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) IPL-2025ની પ્લેઑફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. દિલ્હી સામેની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.

અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો. આથી બંને ટીમને એક-એક પોઇન્ટ મળ્યા. આ સાથે હૈદરાબાદના 7 પોઇન્ટ થયા છે. ટીમ હવે તેની બાકીની 3 મેચ જીતીને મહત્તમ 13 પોઇન્ટ સુધી જ પહોંચી શકશે.

વરસાદ શરૂ થયા અગાઉ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ (ઉપ્પલ) સ્ટેડિયમ ખાતે હૈદરાબાદે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા. એક સમયે, ટીમે 62 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ 41 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે આશુતોષ શર્મા 41 રન બનાવીને આઉટ થયો. બંનેએ 45 બોલમાં 66 રનની ભાગીદારી કરી. વિપરાજ નિગમે 18 અને કેએલ રાહુલે 10 રન બનાવ્યા. પેટ કમિન્સે 3 વિકેટ લીધી. જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ અને ઈશાન મલિંગાને એક-એક વિકેટ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *