હૈદરાબાદે RCBને 42 રનથી હરાવ્યું

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ IPL 2025ની 65મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 42 રનથી હરાવ્યું. RCBએ લખનઉના એકાના સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 231 રન બનાવ્યા. જવાબી ઇનિંગમાં RCBની ટીમ 19.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ફિલ સોલ્ટે 62 અને વિરાટ કોહલીએ 43 રન બનાવીને આઉટ થયા. SRH માટે કેપ્ટન પેટ કમિન્સે 3 વિકેટ ઝડપી. હર્ષલ પટેલ અને ઈશાન મલિંગાને બે-બે વિકેટ મળી.

SRH તરફથી ઈશાન કિશને 48 બોલમાં અણનમ 94 રનની ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. ઈશાન ઉપરાંત, અભિષેક શર્માએ 34, અનિકેત વર્માએ 26 અને હેનરિક ક્લાસેને 24 રન બનાવ્યા. RCB માટે રોમારિયો શેફર્ડે 2 વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમાર, લુંગી એન્ગિડી, સુયશ શર્મા અને કૃણાલ પંડ્યાને એક-એક વિકેટ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *