ચેપોકમાં હૈદરાબાદે CSKને પહેલીવાર હરાવ્યું

સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025ની 43મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી દીધી. આ હારથી ચેન્નઈનો પ્લેઑફનો રસ્તો મુશ્કેલ થઈ ગયો છે. ટીમે હવે બધી પાંચ મેચ જીતવી પડશે અને બીજી ટીમ પર પણ નિર્ભર રહેવું પડશે. ટીમ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. જ્યારે હૈદરાબાદ જીતીને 9 મેચમાં 6 પોઈન્ટ સાથે આઠમા નંબર પર આવી ગઈ છે.

શુક્રવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં હૈદરાબાદે ટૉસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો. ચેન્નઈ 19.5 ઓવરમાં 154 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં હૈદરાબાદે 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.

હૈદરાબાદ માટે ઈશાન કિશને 44 અને કામિન્દુ મેન્ડિસે અણનમ 32 રનની ઇનિંગ રમી. ચેન્નઈ તરફથી નૂર અહમદે 2 વિકેટ ઝડપી. ખલીલ અહમદ, રવીન્દ્ર જાડેજા અને અંશુલ કંબોજને 1-1 વિકેટ મળી. આ પહેલાં, CSK તરફથી ડેવાલ્ડ બ્રેવિસે સૌથી વધુ 42 રન બનાવ્યા. જ્યારે SRH તરફથી હર્ષલ પટેલે 4 વિકેટ લીધી.

સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025ની 43મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી દીધી. શુક્રવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં હૈદરાબાદે ટૉસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો. ચેન્નઈ 19.5 ઓવરમાં 154 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં હૈદરાબાદે 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *