પત્નીએ રાત્રે વહેલા ઘેર આવવાનું કહેતા પતિ શંકા કરી મારકૂટ કરતો

શહેરમાં 80 ફૂટ રોડ પર સત્યમ પાર્ક સોસાયટીમાં માવતરના ઘેર રહેતા અને મૂળ ગોંડલની મહિલાએ તેના પતિ સહિતના સાસરિયાંઓ સામે ફરિયાદ કરી હતી. જેમાં કામ બાબતે તેમજ દહેજ બાબતે સાસરિયાંઓ મારકૂટ કરી ત્રાસ આપતા હોવાનું જણાવતા મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા ભામીનીબેન માધવભાઇ વઢવાણા એ પતિ માધવ, સસરા દિલીપભાઇ કલ્યાણભાઇ વઢવાણા, સાસુ દિપાલીબેન, નણંદ છાયા સામે રાજકોટની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં ગોંડલ ખાતે રહેતા દિલીપભાઇ વઢવાણાના પુત્ર માધવ સાથે લગ્ન થયા હતા દરમિયાન ચારેક માસ સારી રીતે લગ્નજીવન ચાલેલ બાદમાં રાત્રીના મોડા આવતા પતિને પૂછતા ઝઘડો કરી મારકૂટ કરી હતી અને મારા પર શંકાઓ કરતા હતા. મારા પતિને કૂતરાં પાળવાનો શોખ હોય કૂતરું લઇને આવ્યા હતા જેથી કૂતરાંની દેખરેખ મારે રાખવાની અને ખવડાવવાનું, સાફસફાઇ કરવાનું બધું કામ અમો કરતા હતા છતાં મારા પતિ કૂતરાંની દેખરેખ રાખતી નથી કહી ઝઘડો કરતા હતા. સાસુ દિપાલીબેન મને ઘરકામ આવડતું નથી અને કરિયાવર બાબતે મેણાં મારતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. મારા સસરા જ્યોતિષશાસ્ત્રમાં માનતા હોય સસરાને પૂછ્યા વગર બહાર જવા દેતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *