જસદણ નજીકથી રૂરલ એસ.ઓ.જી. એ સસ્તા અનાજના ચોખાનો જંગી જથ્થો 300 બોરી ભરેલો ટ્રક પકડી પાડી પુરવઠા ખાતાને જાણ કરી હતી. આ બનાવમાં મયુર મોરી નામનો શખ્સ ચોખાનો જથ્થો ભરી બાવળા તરફ મોકલે તે પહેલા રૂરલ એસઓજીએ આ કારસ્તાન ઝડપી લીધું હતું.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદે સસ્તા અનાજ ઘઉં, ચોખાના જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરતા શખ્સો કે વેપારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનો સ્ટાફ પો. સબ ઇન્સ. કે. એમ. ચાવડા સાથે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો.
તે દરમિયાન સંયુકત રીતે ખાનગી હકિકત મળેલ કે, આટકોટથી બાવળા તરફ એક ટાટા કંપનીનો માલવાહક ટ્રક જેના રજી. નં. GJ-12-BW-9432 માં શંકાસ્પદ અનાજનો જથ્થો ભરી ટ્રકનો ચાલક નીકળનાર છે. જે સચોટ હકિકતના આધારે જસદણના ગઢડીયા ચોકડી પાસે વોચ ગોઠવી રેઇડ કરતા ડ્રાઇવર અવધકિશોર વિશ્વનાથ રાયના કબ્જા ભોગવટાવાળા ટ્રકમાંથી કોઇપણ બીલ કે આધાર વગર ચોખાનો જથ્થો બોરીઓ નંગ-300(27305 કિ.ગ્રા.)(27.305) ટન મળી આવતા જસદણ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.