મહાકાય ખાડા બૂરી, તાત્કાલિક રિસર્ફેસિંગ કરાવવા તાલુકા પંચાયતના સદસ્યની કલેક્ટરને રજૂઆત

રાજકોટ ભાવનગર હાઇવેની હાલત બદથી બદતર બની જવા પામી છે. તાલુકા પંચાયતના સદસ્યે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે અને ઉમેર્યું છે કે જો હજુ પણ તંત્ર નહીં સુધરે તો હવેનો જવાબ રસ્તા રોકો આંદોલન હશે.

તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખૂંટે કલેક્ટર પ્રભવ જોશીને રજૂઆત કરી વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ-ભાવનગર હાઇવે રાજકોટથી આટકોટ સુધી અત્યંત ખરાબ હાલત હોય તથા અવારનવાર અજાણ્યા વાહનો રસ્તા પર આવતા અચાનક ખાડાને કારણે એક્સિડન્ટમાં વધારો થયો છે. ત્યાં છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆત કરતા એક જ જવાબ મળે છે કે રાજકોટ-ભાવનગર હાઈવે રિ-સર્ફેસિંગના કામનું ટેન્ડર પ્રક્રિયામાં છે. આવા ઉડાવ જવાબ છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ. વારંવાર રજૂઆત કરતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તો આગામી દિવસોમાં એક મહિનામાં રોડનું યોગ્ય નિરાકરણ કરવામાં ન આવે તો રાજકોટથી આટકોટ સુધી પદયાત્રા અને જરૂર પડશે તો રોડ રોકો આંદોલન પણ કરવામાં આવશે. આ રજૂઆતમાં તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખૂંટ ઉપરાંત આટકોટનાં કોંગ્રેસ નાં વિનુભાઈ ઝાપડીયા હરેશભાઇ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિવ વિહાર હોટલ પાસે પડેલા મસમોટા ખાડા માહીતી મેળવી હતી અને તેમણે જણાવ્યું હતું કે વહેલી તકે આ ભાવનગર હાઇવે રીસરફેસિંગ કરવામાં આવે અને ખાડાઓ પર રોલ ફેરવીને સરખાં રીપેરીંગ કરવામાં આવે અને જો એક મહિનામાં આ રોડનું કામનું નિરાકરણ નહીં આવે તો રાજકોટથી આટકોટ સુધી પદયાત્રા અને રોડ રસ્તા રોકો આંદોલન કરવાની અમને ફરજ પડશે તેવું તેમણે જણાવ્યું હતું. વાહનચાલકો આ રોડથી ત્રાહિમામ પોકારી ગયા છે. વાહનોને પણ નુકસાની થતી હોય છે મસમોટા ખાડાઓ કારણે રાત્રિના સમયે ટુ વ્હીલર ચાલકો અકસ્માતના ભોગ બને છે રાત્રિના સમયે આવતા જતા ખાડા દેખાતા ન હોય જેના કારણે અકસ્માતના બનાવ બનતા હોય છે. આથી વાહનચાલકોને આ વેદનામાંથી જલદી છૂટકારો મળે તેવી માગણી દોહરાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *