પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મે (બુધવાર)ના રોજ દેશભરના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો. આવી સ્થિતિમાં, બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાનીની બહેન ખુશ્બુ પટાનીએ બે વીડિયો શેર કર્યા છે અને જણાવ્યું છે કે- મોક ડ્રીલ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને યુદ્ધની સ્થિતિમાં દેશના લોકોએ પોતાને કેવી રીતે સુરક્ષિત રહેવું જોઈએ.
મોક ડ્રીલ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો ભારતીય સેનામાં લેફ્ટનન્ટ રહી ચૂકેલી ખુશ્બુ પટાનીએ લોકોને મોક ડ્રીલ દરમિયાન શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેણે હવાઈ હુમલાના સાયરન સાંભળ્યા પછી શું કરવું તે પણ જણાવ્યું. ખુશ્બુએ કહ્યું- ગભરાશો નહીં. વિશ્વના તમામ દેશો મોકડ્રીલ વિશે જાણે છે અને તેનો અભ્યાસ કરે છે. લોકોનું કામ લડવાનું નથી પણ પોતાને બચાવવાનું છે. આપણે ફક્ત રિહર્સલ કરવાનું છે. આપણે ફક્ત તૈયારી કરવાની છે.
ખુશ્બુએ આગળ સમજાવ્યું, “મોક ડ્રિલ એટલે એવી વસ્તુ જે બની નથી પણ આપણે વિચારવું પડે કે તે બની ગયું છે અને જો તે થાય તો આપણે શું કરવું જોઈએ?” ખુશ્બુએ મોક ડ્રીલ વિશે આગળ જણાવ્યું- હવાથી એક પ્રકારનો અવાજ આવે છે અને દરેક અવાજનો એક અર્થ એ થાય છે કે તમારે છુપાવવું પડશે.