મેષ
seven of wands
આજનો દિવસ સંઘર્ષ, હિંમત અને આત્મ-સંયમની કસોટી લઈ શકે છે. પરિવારમાં તમારી વાત મનાવવા માટે તમારે દૃઢ રહેવું પડશે. વડીલો સાથે વિચારોનો ટકરાવ થઈ શકે છે, પરંતુ તમે શાંત રહીને ઉકેલ લાવી શકશો. બાળકો સાથે જોડાયેલી કોઈ યોજનામાં અસહમતિ ઊભી થઈ શકે છે. આર્થિક બાબતોમાં સ્પર્ધા રહેશે, પરંતુ તમે બુદ્ધિમત્તાથી આગળ નીકળી શકશો. ઘરમાં કોઈ આયોજનની જવાબદારી તમને મળી શકે છે. પરિવારના કેટલાક સભ્યો તમારી વાતનો વિરોધ કરી શકે છે, પરંતુ તમે તમારા સંકલ્પથી બધાને પ્રભાવિત કરશો.
કરિયર- મહેનતથી તમે બધા પર ભારી પડશો. કોઈ પ્રોજેક્ટને લઈને ટીમમાં મતભેદ થઈ શકે છે. નોકરીમાં તમારું સ્થાન જાળવી રાખવા માટે વધારાના પ્રયત્નો કરવા પડશે. કોઈ સ્પર્ધક સાથે ટક્કર થઈ શકે છે, પરંતુ તમારી રણનીતિ વધુ સારી સાબિત થશે. નવી તક મળવાની સંભાવના પણ બની રહી છે.
લવ- પ્રેમ સંબંધોમાં પરિસ્થિતિઓ પડકારજનક હોઈ શકે છે. પાર્ટનર સાથે કોઈ મુદ્દે દલીલ કે અસહમતિ થઈ શકે છે. તમારે તમારો પ્રેમ જાળવી રાખવા માટે ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે.
સ્વાસ્થ્ય- વધુ પડતા પરિશ્રમ અને તણાવથી માથાનો દુખાવો કે માઈગ્રેન થઈ શકે છે. પોષણની ઉણપથી નબળાઈ પણ લાગી શકે છે. યોગ અને સ્ટ્રેચિંગથી રાહત મળી શકે છે. માનસિક રીતે પણ તમારી જાતને મજબૂત રાખવું જરૂરી રહેશે.
લકી કલર – લીલો
લકી નંબર – 6
વૃષભ
Four of Pentacles
આજનો દિવસ સંપત્તિ, સુરક્ષા અને સ્થિરતાના વિચારો સાથે જોડાયેલો રહેશે. તમે તમારી વસ્તુઓ, લાગણીઓ કે ધનને લઈને થોડા વધુ રક્ષણાત્મક બની શકો છો. પરિવારમાં કોઈ ખર્ચને લઈને દલીલ થઈ શકે છે. વડીલો કોઈ જૂની પરંપરા પર અડગ રહી શકે છે, જ્યારે તમે કંઈક નવું ઈચ્છશો. બાળકોના શિક્ષણ કે ભવિષ્યને લઈને ચિંતા રહી શકે છે. આર્થિક રીતે તમે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરશો. રોકાણ, બચત અને સુરક્ષા યોજનાઓ પર ચર્ચા થઈ શકે છે.
કરિયર- તમે સ્થિરતા અને નિયંત્રણ જાળવી રાખવાનો પ્રયત્ન કરશો. કોઈ નવી યોજનામાં હાથ નાખવા પહેલાં તમે દસ વખત વિચારશો. સહકર્મીઓ સાથે માહિતી શેર કરવામાં ખચકાટ રહી શકે છે. જેઓ વ્યવસાયમાં છે, તેઓ તેમના નફાને લઈને થોડા વધુ સાવચેત રહેશે.
લવ- પ્રેમ સંબંધોમાં તમે લાગણીઓ વ્યક્ત કરવામાં ખચકાઈ શકો છો. તમારા પાર્ટનરથી વાતો છુપાવવી કે લાગણીઓને નિયંત્રિત કરવાની પ્રવૃત્તિ સંબંધમાં દૂરી લાવી શકે છે.
સ્વાસ્થ્ય- સાંધામાં જકડાઈ કે શરીરમાં અકડન લાગી શકે છે. લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસી રહેવાથી થાક લાગી શકે છે. અપચાની સમસ્યા પણ થઈ શકે છે. ગળા અને ગરદનની અકડનથી બચવું.
લકી કલર – બ્રાઉન
લકી નંબર – 7
મિથુન
Four of Cups
આજનો દિવસ આત્મચિંતન અને ભાવનાત્મક અસંતુલન સાથે જોડાયેલો રહી શકે છે. તમે કોઈ બાબતે અસંતુષ્ટ કે ઉદાસ અનુભવી શકો છો, જેનાથી પરિવારનું વાતાવરણ થોડું શાંત અને ગંભીર રહી શકે છે. વડીલોની સલાહ તમને થોડી ખટકી શકે છે, પરંતુ તે આગળ જતાં ઉપયોગી સાબિત થશે. બાળકોના વર્તન કે પ્રદર્શનને લઈને મનમાં નિરાશા આવી શકે છે.
કરિયર- તમે જે દિશામાં કામ કરી રહ્યા છો, તેમાં આગળ વધી શકશો. સહકર્મીઓ તરફથી દૂરી કે અસહયોગ મળવાની સંભાવના છે. જો તમે નવી નોકરીની શોધમાં છો, તો મનચાહું પરિણામ ન મળવાથી મન નિરાશ થઈ શકે છે. કોઈ મીટિંગ કે પ્રેઝન્ટેશનમાં ઉત્સાહની કમી રહી શકે છે.
લવ- પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક દૂરી અને સંવાદની કમી રહી શકે છે. તમે તમારા પાર્ટનરની લાગણીઓને સમજવામાં અસમર્થ રહી શકો છો અથવા તમારી પોતાની લાગણીઓ યોગ્ય રીતે વ્યક્ત નહીં કરી શકો.
સ્વાસ્થ્ય- માનસિક થાક, ઉદાસી અને ઊર્જાની કમી અનુભવાઈ શકે છે. વારંવાર માથાનો દુખાવો અને મનમાં બેચેની પરેશાન કરી શકે છે. પાચન સંબંધી સમસ્યા, જેમ કે અપચાની ફરિયાદ થઈ શકે છે.
લકી કલર – બ્લૂ
લકી નંબર – 2
કર્ક
Ten of Wands
આજનો દિવસ જવાબદારીઓ અને માનસિક બોજથી ભરેલો રહી શકે છે. પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં તમે જાતને થાકેલું અનુભવી શકો છો. વડીલોના સ્વાસ્થ્ય કે સંભાળ સાથે જોડાયેલું કોઈ કાર્ય તમારી પ્રાથમિકતામાં રહેશે. બાળકોના અભ્યાસ કે ભવિષ્યની ચિંતા આખો દિવસ રહી શકે છે. આર્થિક બાબતોમાં તમામ બોજ તમારા ખભે આવી શકે છે, જેનાથી માનસિક તણાવ વધી શકે છે.
કરિયર- કામનું દબાણ ખૂબ વધારે રહેશે. ટીમનો સહયોગ ન મળવાથી દરેક કાર્ય એકલા હાથે કરવું પડશે. વ્યવસાયમાં વધુ જવાબદારીઓને કારણે નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે.
લવ- પ્રેમ સંબંધોમાં તમે અતિશય વ્યસ્તતા કે થાકને કારણે પાર્ટનરને સમય નહીં આપી શકો. સંબંધમાં સંવાદની કમી ગેરસમજણોને જન્મ આપી શકે છે.
સ્વાસ્થ્ય- જેઓ વધુ શારીરિક શ્રમ કરે છે, તેમને કમર સંબંધી સમસ્યા થઈ શકે છે. માનસિક થાકને કારણે ચીડિયાપણું અને ઉદાસી રહી શકે છે. અતિશય કામથી બચો અને આરામને પ્રાથમિકતા આપો. વ્યાયામ, હળવો યોગ કે મસાજથી રાહત મળશે.
લકી કલર – પીળો
લકી નંબર – 3
સિંહ
The Hermit
આજનો દિવસ આત્મનિરીક્ષણ અને એકલા સમય વિતાવવાની જરૂરિયાત દર્શાવે છે. તમે માનસિક રીતે થોડા તણાવમાં રહી શકો છો, પરંતુ આ તમારા માટે ઊંડાણપૂર્વક વિચારવાની તક છે.
કરિયર- વર્તમાન લક્ષ્યો અને કાર્યશૈલી પર વિચાર કરો. નોકરિયાત લોકો એકાંતમાં યોજનાઓ બનાવી શકે છે, જ્યારે સ્વતંત્ર રીતે કામ કરતા લોકોએ એકલા નિર્ણય લેવા પડી શકે છે. વરિષ્ઠોનું માર્ગદર્શન મળશે.
લવ- પ્રેમ સંબંધોમાં શાંતિ અને આત્મનિરીક્ષણની જરૂર છે. સિંગલ લોકો ભૂતકાળની યાદોમાં ખોવાઈ શકે છે. થોડો સમય એકલા વિતાવવાથી સંબંધોને સમજવામાં મદદ મળશે.
સ્વાસ્થ્ય- માનસિક શાંતિ માટે ધ્યાન, પ્રાણાયામ કે હળવી ચાલવાનું કરો. ઊંઘની કમી કે બેચેની રહી શકે છે.
લકી રંગ- જાંબલી
લકી નંબર- 7
કન્યા
Death
આજે જીવનમાં કોઈ મોટું પરિવર્તન શક્ય છે. જૂના વિચારો, સંબંધો કે પરિસ્થિતિઓ સમાપ્ત થઈ શકે છે. પરિવારમાં કોઈ નિર્ણયથી વાતાવરણ ગંભીર બની શકે છે. બાળકોના અભ્યાસ કે ભવિષ્ય સાથે જોડાયેલું પરિવર્તન સામે આવી શકે છે. આર્થિક બાબતોમાં કોઈ જૂના રોકાણનો અંત કે પરિણામ સામે આવશે. કોઈ તક કે આયોજનની યોજના અટકી શકે છે. પારિવારિક સંબંધોમાં નવી શરૂઆતની સંભાવના છે.
કરિયર- મોટું પરિવર્તન આવી શકે છે. નોકરી છોડવી, ટ્રાન્સફર કે નવી દિશાની શરૂઆતના સંકેત છે. કોઈ લાંબા સમયથી અટકેલા કામનો અંત થઈ શકે છે. કાર્યશૈલીમાં પરિવર્તન જરૂરી બની શકે છે. નવી તક જૂના બંધ રસ્તાઓ પછી મળશે. અચાનક નિર્ણય લેવો પડી શકે છે.
લવ- સિંગલ લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે. પરિણીત કે પ્રેમમાં હોય તેવા લોકોને ઈમોશન કંટ્રોલ કરવા જરૂરી છે.
સ્વાસ્થ્ય- ડિટોક્સ કે જીવનશૈલીમાં પરિવર્તન ફાયદાકારક રહેશે. પેટની સમસ્યા, ચેપ કે થાક થઈ શકે છે. માનસિક રીતે તણાવ અને ચિંતા વધી શકે છે. કેટલાક લોકોને સર્જરી કે ઉપચારની જરૂર પડી શકે છે.
લકી કલર – મરૂન
લકી નંબર – 5
તુલા
The Hierophant
આજે પરંપરા અને નિયમોનો દિવસ છે. પરિવારમાં વડીલોની સલાહ કે ધાર્મિક ચર્ચા થઈ શકે છે. ઘરનું વાતાવરણ સંયમિત અને શિસ્તબદ્ધ રહેશે. બાળકોના અભ્યાસ કે સંસ્કારોને લઈને વાતચીત થઈ શકે છે. કોઈ ધાર્મિક આયોજન કે પૂજા-પાઠની યોજના બની શકે છે. આર્થિક બાબતોમાં સુરક્ષિત અને પારંપરિક રોકાણને પ્રાથમિકતા આપો.
કરિયર- નોકરીમાં નિયમોનું પાલન જરૂરી રહેશે. વરિષ્ઠોની સલાહ માનવી લાભદાયી રહેશે. શિક્ષણ, ધર્મ, કાયદો કે પરામર્શ ક્ષેત્રે જોડાયેલા લોકોને સફળતા મળશે. પ્રમોશન કે નવી જવાબદારી પરંપરાગત ઢાંચામાં જ મળશે.
લવ- પ્રેમ સંબંધોમાં સ્થાયીત્વ અને સન્માનની ભાવના રહેશે. સંબંધોમાં પરંપરા અને સામાજિક સ્વીકૃતિને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. સિંગલ લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે.
સ્વાસ્થ્ય- રક્તચાપ, સુગર કે હૃદય સંબંધી સમસ્યા થઈ શકે છે. માનસિક રીતે સ્થિરતા જળવાઈ રહેશે. પ્રાર્થના કે ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ લાભદાયી રહેશે. વધુ પડતી દોડધામથી બચો અને દિનચર્યા વ્યવસ્થિત રાખો.
લકી કલર – પર્લ વ્હાઇટ
લકી નંબર – 4
વૃશ્ચિક
Six of Cups
આ આજનો દિવસ લાગણીઓ અને ભૂતકાળની યાદો સાથે જોડાયેલો રહેશે. પરિવારમાં જૂના સંબંધોની ચર્ચા થઈ શકે છે. બાળકોની શરારતો કે યાદો દિવસને જીવંત બનાવી શકે છે. ઘરમાં કોઈ જૂનો મહેમાન આવી શકે છે કે કોઈ સગાથી મુલાકાત શક્ય છે. આર્થિક બાબતોમાં ભૂતકાળના અનુભવોમાંથી શીખવું લાભદાયક રહેશે.
કરિયર- કોઈ પૂર્વ સહયોગી કે બોસ મદદ કરી શકે છે. ઇન્ટરવ્યૂ કે મીટિંગમાં અગાઉના અનુભવો શેર કરવા પ્રભાવશાળી રહેશે. કાર્યસ્થળ પર જૂની યોજનાઓ ફરી શરૂ થઈ શકે છે.
લવ- પ્રેમમાં ભૂતકાળની લાગણીઓ હાવી થઈ શકે છે. કોઈ જૂના પ્રેમીની યાદો કે સંપર્ક શક્ય છે. સિંગલ લોકો કોઈ શાળા કે બાળપણના મિત્ર સાથે ભાવનાત્મક જોડાણ અનુભવી શકે છે.
સ્વાસ્થ્ય- જૂની એલર્જી કે ત્વચા સંબંધી સમસ્યા ફરી ઉભરી શકે છે. પાચન સંબંધી તકલીફ કે થાક અનુભવાઈ શકે છે. નિંદ્રાની કમી કે ભાવનાત્મક થાક પરેશાન કરી શકે છે.
લકી કલર – લેવેન્ડર
લકી નંબર – 3
ધન
King of Wands
આજનો દિવસ નેતૃત્વ અને સ્પષ્ટ દૃષ્ટિકોણનો રહેશે. ઘરમાં તમારા નિર્ણયને મહત્વ મળશે. પરિવારમાં તમારી ભૂમિકા માર્ગદર્શક જેવી હોઈ શકે છે. બાળકોના શિક્ષણ કે કરિયર સાથે જોડાયેલા કોઈ મોટા નિર્ણયમાં તમે સલાહ આપશો. પારિવારિક બાબતોમાં તમારી દૂરદૃષ્ટિ અને સાહસિક વિચારસરણીથી ઉકેલ આવશે.
કરિયર- આજે નેતૃત્વની ભૂમિકા મળશે. નવી પરિયોજનાઓમ લીડ કરવાનો અવસર મળી શકે છે. બિઝનેસમાં નવી રણનીતિ અપનાવવાથી લાભ થશે. પ્રમોશન કે ઉચ્ચ પદની સંભાવના બની શકે છે.
લવ- સંબંધોમાં સ્પષ્ટતા અને પરિપક્વતા જળવાઈ રહેશે. તમે તમારા પાર્ટનર માટે માર્ગદર્શકની ભૂમિકા નિભાવી શકો છો. સિંગલ લોકોને કોઈ આત્મવિશ્વાસી વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવાઈ શકે છે.
સ્વાસ્થ્ય- ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. મસ્ક્યુલર પેઈન, ખભા કે ગરદનમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. અતિશય કામથી થાક શક્ય છે, પરંતુ માનસિક રીતે મજબૂત રહેશો.
લકી કલર – ઓરેન્જ
લકી નંબર – 1
મકર
Justice
આજનો દિવસ સંતુલન, નૈતિકતા અને ન્યાયપ્રિયતાથી ભરેલો રહેશે. પરિવારમાં કોઈ જૂના વિવાદનો નિષ્પક્ષ ઉકેલ થઈ શકે છે. ઘરના નિર્ણયોમાં તટસ્થ વિચારસરણી જરૂરી રહેશે. બાળકો સાથે જોડાયેલું કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજી કાર્ય સામે આવી શકે છે. કોઈ કાનૂની મુદ્દો કે પારિવારિક સંપત્તિનો મામલો હલ થવાની સંભાવના છે..
કરિયર- કાર્યસ્થળ પર ઈમાનદારી અને નિયમોનું પાલન લાભ આપશે. જોબ સાથે જોડાયેલા કાગળી કાર્યો કે કોન્ટ્રાક્ટ સાઇન થઈ શકે છે. પ્રમોશન કે ટ્રાન્સફર સંબંધિત નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.
લવ- પ્રેમમાં સંતુલન અને પારદર્શિતા જરૂરી છે. સંબંધમાં સાચું-ખોટું લઈને વાતચીત થઈ શકે છે. સિંગલ લોકોને કોઈ એવી વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ થશે જે ખૂબ વ્યવહારુ અને સંતુલિત વિચારસરણી ધરાવે છે. પરિણીત જીવનમાં ન્યાય અને સમાનતાનો ભાવ જરૂરી રહેશે.
સ્વાસ્થ્ય- આજે શારીરિકથી વધુ માનસિક સંતુલન જાળવવું જરૂરી છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે હોર્મોનલ અસંતુલન સંબંધી સમસ્યાઓ પર ધ્યાન આપો. થાક, ચીડિયાપણું કે નિર્ણય લેવામાં અસમંજસ જેવી માનસિક સ્થિતિ પણ રહી શકે છે.
લકી કલર – બદામી
લકી નંબર – 4
કુંભ
Two of Swords
આજનો દિવસ નિર્ણયો લેવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. વડીલોના સૂચનો પર ધ્યાન આપવું લાભદાયક રહેશે. બાળકો સાથે જોડાયેલો કોઈ વિકલ્પ કે તક નિર્ણય માંગી શકે છે. આર્થિક રીતે રોકાણ કે કોઈ ઉધારીને લઈને વિચાર કરવો પડશે. પારિવારિક મેળાપમાં સંકોચ થઈ શકે છે. બે વિકલ્પો વચ્ચે ફસાઈ રહેવું આજની મુખ્ય સ્થિતિ હોઈ શકે છે. લાગણીઓ અને તર્ક વચ્ચે સંતુલન જરૂરી છે.
કરિયર- કોઈ પરિયોજના કે પ્રસ્તાવને લઈને ઉલઝન રહી શકે છે. કોઈ સહયોગી પર ભરોસો કરવો મુશ્કેલ લાગશે. જોબ બદલવી, પ્રમોશન કે નવી ભૂમિકાના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં સમય લાગી શકે છે. કાનૂની કે પ્રશાસનિક વ્યવસાયોમાં વિચારશીલતાની જરૂર છે.
લવ- પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતાની કમી પરેશાની પેદા કરી શકે છે. તમે કે તમારો પાર્ટનર હૃદય અને મગજ વચ્ચે ઉલઝનમાં હોઈ શકે છે. સિંગલ લોકો બે સંભવિત વ્યક્તિઓ વચ્ચે ચયનને લઈને માનસિક ભ્રમમાં રહી શકે છે. પરિણીત જીવનમાં સંવાદની કમી ટકરાવને જન્મ આપી શકે છે.
સ્વાસ્થ્ય- માનસિક અસમંજસ તણાવ વધારી શકે છે. મનની સ્થિરતા જાળવવા માટે ધ્યાન કે શાંત વાતાવરણ જરૂરી છે. અતિશય મોબાઇલ કે સ્ક્રીન ટાઇમથી બચો.
લકી કલર – નેવી બ્લૂ
લકી નંબર – 2
મીન
The Hanged Man
આજના દિવસે બાળકો સાથે જોડાયેલા કોઈ કાર્યમાં વિલંબ શક્ય છે. કોઈ પારિવારિક સભ્ય તમારી પાસેથી સમજણ અને ધીરજની અપેક્ષા રાખશે. ધન સંબંધી બાબતોમાં હાલમાં રોકાઈ જવું વધુ સારું રહેશે. જૂના વિવાદો પર વિચારનો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે. પરિસ્થિતિઓને સમજવા માટે સમય આપવો એ આજની ચાવી છે.
કરિયર- કોઈ પ્રસ્તાવ કે નિર્ણયમાં વિલંબ થઈ શકે છે. પ્રમોશન કે નવી નોકરીની આશાઓ હાલમાં સ્થગિત થઈ શકે છે. કરિયરને લઈને વિચારનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર અનુભવાઈ શકે છે. આજનો દિવસ રિસર્ચ, યોજના અને આત્મવિશ્લેષણ માટે વધુ સારો છે, એક્શન માટે નહીં.
લવ- પ્રેમ સંબંધોમાં એકતરફી પ્રયાસ કે ત્યાગની ભાવના હોઈ શકે છે. તમે કે તમારો પાર્ટનર દૂરી જાળવી શકે છે અથવા ભાવનાત્મક નિર્ણયો ટાળી શકે છે.
સ્વાસ્થ્ય- બ્લડ સર્ક્યુલેશન કે શારીરિક લચીલાપણું ઓછું થઈ શકે છે. ધ્યાન અને યોગથી લાભ થશે.
લકી કલર – ગ્રે
લકી નંબર – 3