મીતાણા પાસે હિટ એન્ડ રન , વાહનની ઠોકરે શ્રમિકનું મોત

ટંકારાના મીતાણા ગામ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. મૂળ દાહોદના અને હાલ મીતાણામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતો યુવાન વસ્તુઓ લેવા પગપાળા બહાર નીકળતા બેકાબૂ અજાણ્યા વાહને ઠોકરે લેતા તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવારમાં મોત થતા પોલીસે ગુનો નોંધવાની અને અકસ્માત સર્જી નાસી જનાર વાહનચાલકની ધરપકડ કરવા તજવીજ કરી હતી.

મીતાણા ગામની સીમમાં અજયભાઇ વાણિયાની વાડીમાં ખેતમજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ દાહોદના સૂરપાલ ભાવસિંગ નાઇ (ઉ.35) તેની વાડીએથી પગપાળા વસ્તુ લેવા માટે જતો હતો ત્યારે મીતાણામાં નેકનામ ગામના રોડ પર અજાણ્યા બોલેરો જેવા વાહને ઠોકરે લેતા વાડીમાલિક સહિતના લોકો એકઠા થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું ટૂંકી સારવારમાં મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ હતી. ૃતક યુવકને ત્રણ સંતાન હોવાનું અને પરિવાર સાથે ખેતમજૂરી કામ કરતો હોવાનું અને ઘર માટે વસ્તુઓ લેવા જતા હતા ત્યારે બનાવ બન્યો હતો તેમજ વાહનચાલક નાસી ગયાનું જણાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *