હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહ આજે બીજીવાર દફન થશે

હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહને લગભગ 5 મહિના પછી ફરીથી દફનાવવામાં આવી રહ્યો છે. નસરલ્લાહ 27 સપ્ટેમ્બરના રોજ લેબનીઝ રાજધાની બૈરુતમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.

તેના મૃત્યુના 7 દિવસ પછી તેને કોઈ ગુપ્ત જગ્યાએ દફનાવવામાં આવ્યો. હવે તેને દક્ષિણ બૈરુતમાં એરપોર્ટ રોડ નજીક દફનાવવામાં આવશે.

બૈરુતના કેમિલ ચામૌન સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં નસરલ્લાહને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. આ સ્ટેડિયમની ક્ષમતા 50 હજાર લોકોની છે. નસરલ્લાહના અંતિમ સંસ્કારમાં 65 દેશોના લગભગ 800 મહાનુભાવો હાજરી આપી રહ્યા છે.

ઘણા શિયા સંગઠનો તેમજ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બગૈર ગાલિબાફ પણ તેમાં ભાગ લેશે. આ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાંથી હજારો હિઝબુલ્લાહ સમર્થકો પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *