ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાત એટલે કે, અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. વલસાડમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે, દાસના જણાવ્યા અનુસાર હાલમાં મધ્ય મહારાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે વલસાડમાં રેડ એલર્ટ તો સુરત, નવસારી, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં યલો જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *